श्री गणेशाय नमः  
 
11 રાત્રી / 12 દિવસ - કાશ્મીર સાથે અમૃતસર ટૂર
અમૃતસર - પહેલગામ - શ્રીનગર - ગુલમર્ગ - સોનમર્ગ - મુગલ ગાર્ડન - શિકારા - હાઉસબોટ - અટ્ટારી બોર્ડર
 
*
*
01 રાત્રી અમૃતસર - 01 રાત્રી જમ્મુ - 02 રાત્રી પહેલગામ - 03 રાત્રી શ્રીનગર હોટેલ - 01 રાત્રિ શ્રીનગર હાઉસબોટ - 03 રાત્રી ટ્રેન મુસાફરી
*
*
*

*
Days Tour Detail
Day 01 :    મુંબઈ થી ટ્રેન દ્વારા અમૃતસર જવા રવાના (NO FOOD SERVICE )
   સાંજે 18.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ થી ઉપડતી 12904 ગોલ્ડન ટેમ્પલ ટ્રેઈન દ્વારા અમૃતસર જવા રવાના . રાત્રે ટ્રેન મુસાફરી. (NO FOOD SERVICE )
Day 02 :    રાત્રે 23.45 કલાકે અમૃતસર આગમન અને હોટેલ માં ટ્રાન્સફર (NO FOOD SERVICE )
   રાત્રે 23.45 કલાકે અમૃતસર આગમન અને હોટેલ માં ટ્રાન્સફર. ( ઓટો રીક્ષા દ્વારા ). રાત્રી રોકાણ અમૃતસર. (NO FOOD SERVICE )
Day 03 :    પૂરો દિવસ અમૃતસર સાઇટસીઇંગ અને રાત્રે ટ્રેન દ્વારા જમ્મુ જવા રવાના ( ONLY BREAKFAST )
   સવારે ચા - નાસ્તા બાદ ( ઓટો રીક્ષા દ્વારા - સ્વ ખર્ચે ) અમૃતસર લોકલ સાઇટસીઇંગ તેમજ શોપિંગ માટે જવું ( વૈષ્ણોદેવી મંદિર , દુધિયાના મંદિર, જલિયાંવાલા બાગ વગેરે...), બપોર ના ભોજન બાદ અમૃતસર થી 30 કિલોમીટર દૂર આવેલ અટ્ટારી બોર્ડર પર ભારત - પાકિસ્તાન ની પરેડ જોવા માટે જઇશુ. અટ્ટારી બોર્ડર ઉપર દેશ ભક્તિ થી ભરપૂર બિટિંગ રિટ્રિટ સેરેમની જોવા માટે પેવેલિયન ની માર્યાદિત શ્રમતા મુજબ અને વિના મૂલ્ય પ્રવેશ હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ રહેશે. રાત્રે ભોજન બાદ અમૃતસર સ્ટેશન થી રાત્રે 1.15 કલાકે ઉપાડતી 19225 જોધપુર - જમ્મુ ટ્રેઈન દ્વારા જમ્મુ જવા રવાના. રાત્રે ટ્રેન મુસાફરી. (ONLY BREAKFAST )
Day 04 :    વહેલી સવારે 6.30 કલાકે જમ્મુ સ્ટેશને આગમન અને શ્રીનગર (240 કિમી / 8 કલાક) જવા રવાના (Breakfast & Lunch From Hotel & Dinner From Our Kitchen)
   વહેલી સવારે 6.30 કલાકે જમ્મુ સ્ટેશને આગમન બાદ ઉધમપુર, નાસરી ટનલ (9.5 કિમી લાંબી), બનિહાલ ટનલ (8.5 કિમી લાંબી), અનંતનાગ થઇ શ્રીનગર (340 કિમી / 8 કલાક) જવા રવાના, બપોરનું ભોજન, રસ્તામાં હાઇવે પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પીડાહ ગામ માં ( કાશ્મીરી રાજમા - રાઈસ, શુદ્ધ ઘી અને દાડમની ચટણી ). શ્રીનગર આગમન પર હોટેલમાં ટ્રાન્સફર. રાત્રી રોકાણ શ્રીનગર. (Breakfast & Lunch From Hotel & Dinner From Our Kitchen)
Day 05 :    શ્રીનગર થી સોનમાર્ગ થી શ્રીનગર (170 કિમી રીટર્ન) (BREAKFAST || LUNCH || DINNER )
   સવારે ચા નાસ્તો કર્યા પછી સોનમર્ગની આખા દિવસની સફર, શ્રીનગર થી સોનમર્ગ 85 કિમીના અંતરે આવેલું છે, સોનમર્ગ એટલે કે સોનાનું ઘાસનું મેદાન, સોનમર્ગ ઘણા સુંદર અને શાંત તળાવોનું ઘર છે. આ સુંદર સ્નો પોઈન્ટમાં સ્લેજ કાર રાઈડનો આનંદ લો. સ્થાનિક ટેક્ષી દ્વારા ઝોઝિલા પાસ અથવા થાજીવાસ (લશ્કરી પરવાનગીને આધીન અને રસ્તો ખુલ્લો હશે તો જ તમારા પોતાના ખર્ચે) ખાતે સ્નો પોઈન્ટની મુલાકાત લેવી, સાંજે પાછા શ્રીનગર પાછા ફરો. રસ્તામાં રિવર રાફ્ટિંગનો આનંદ લો. રાત્રી રોકાણ શ્રીનગર.
Day 06 :    શ્રીનગર થી ગુલમર્ગ થી શ્રીનગર (130 કિમી રીટર્ન ) (BREAKFAST || PARCEL LUNCH || DINNER )
   સવારે 6.30 વાગે ચા નાસ્તા બાદ ગુલમર્ગ (2 કલાક) જવા રવાના, રસ્તામાં તમે તંગમર્ગ થી ઓવરકોટ, મોજા અને બૂટ ભાડે થી લઇ શકો છો, ગુલમર્ગ માં આગમન બાદ અને બપોર ના ભોજન પછી તમે ગુલમર્ગમાં ગડોલ કેબલ કાર દ્વારા સ્નો પોઇન્ટ પર જઈને અને ત્યાં બરફમાં અલગ અલગ રાઇડ્સની મજા લઇ શકો છો. અથવા સાંજે ઘોડેસવારી નો તેમજ ફોટોગ્રાફી નો આનંદ માણો. સાંજે રીટર્ન શ્રીનગર. રાત્રી રોકાણ શ્રીનગર . (BREAKFAST || PARCEL LUNCH || DINNER )
Day 07 :    શ્રીનગર લોકલ સાઇટસીઇંગ અને મુઘલ ગાર્ડન (BREAKFAST || LUNCH || DINNER )
   સવારે ચા નાસ્તા બાદ શંકરાચાર્ય મંદિરની મુલાકાત લઈશુ . (પહાડી પરના મુખ્ય શહેરની સપાટીના સ્તરથી 1100 ફૂટ) મંદિર સુધી પહોંચવા માટે 270 પગથિયાં ચઢો જ્યાંથી તમને શ્રીનગરનું સુંદર દૃશ્ય જોવા મળશે. બપોર ના ભોજન પછી મુગલ ગાર્ડન એટલે કે ચશ્માશાહી ગાર્ડન - નિશાત બાગ - શાલીમાર ગાર્ડન અને ટ્યૂલિપ ગાર્ડન (જો ખુલ્લું હોય તો) ની મુલાકાત. બાકીનો સમય શોપિંગ માટે. રાત્રી રોકાણ શ્રીનગર હોટેલ. (BREAKFAST || LUNCH || DINNER )
Day 08 :    શ્રીનગર થી પહેલગામ ને (90 કિલોમીટર / 3 કલાક -- વાયા - અનંતનાગ, અવંતિપુરા, પમ્પોર ) (BREAKFAST || LUNCH || DINNER )
   સવારે 06.00 વાગ્યા થી 08.00 વાગ્યા સુધી નો સમય શ્રી શઁકરાચાર્ય મંદિર ના દર્શન માટે, સવારે ચા નાસ્તા બાદ હોટેલ માંથી ચેક આઉટ કરીને મુગલ ગાર્ડન એટલે કે ચશ્માશાહી ગાર્ડન - નિશાત બાગ - શાલીમાર ગાર્ડન અને ટ્યૂલિપ ગાર્ડન (જો ખુલ્લું હોય તો) ની મુલાકાત. બપોર ના ભોજન બાદ પહેલગામ ( 90 km / 3 કલાક ) જવા રવાના. પહેલગામ ના માર્ગ પર તમે કેસર, સફરજન, અખરોટ અને ચેરીના ખેતરો તેમજ ક્રિકેટ બેટ ની ફેક્ટરી જોઈ શકો છો અને તેમની દુકાનોમાંથી તમે ક્રિકેટ બેટ, ડ્રાયફ્રૂટ્સ અને કેસર ની ખરીદી પણ કરી શકો છો. પહેલગામ આગમન અને હોટેલ માં ટ્રાન્સફર. સાંજે લિડર નદીના કિનારે ફોટોગ્રાફીનો તેમજ પહેલગામ માર્કેટ માં ખરીદી નો આનંદ લો. રાત્રી રોકાણ પહેલગામ. (BREAKFAST || LUNCH || DINNER )
Day 09 :    પહેલગામ લોકલ સઈટસીઈંગ (BREAKFAST || LUNCH || DINNER )
   સસવારના ચા નાસ્તા પછી ચંદનવાડી અને બેતાબ વેલી માં કુદરતી સૌંદર્યનો તેમજ બરફ માં રમવાનો આનંદ માણો. બપોર ના ભોજન બાદ બાદ ઘોડેસવારી દ્વારા (તમારા પોતાના ખર્ચે) કાશ્મીર વેલી , ડાર્બિયન વેલી અને બૈસારન વેલીની મુલાકાત લો. સાંજે પહેલગામ માર્કેટ માં ગરમ કપડાં, ડ્રેસ, જાકિટસ તેમજ ડ્રાયફ્રૂઈટની ખરીદી કરવા માટે ફ્રી સમય. રાત્રી રોકાણ પહેલગામ. રાત્રી રોકાણ પહેલગામ. (BREAKFAST || LUNCH || DINNER )
Day 10 :    પહેલગામ થી જમ્મુ (235 km // 9 - 10 કલાક) ( ONLY BREAKFAST & PARCEL LUNCH -- NO DINNER PROVIDE)
   વહેલી સવારે ચા - નાસ્તા બાદ પહેલગામ થી જમ્મુ (235 km // 9 - 10 કલાક) જવા રવાના, મોડી સાંજે જમ્મુ આગમન અને હોટેલ માં ટ્રાન્સફર. બાકી નો સમય જમ્મુ માં રઘુનાથ મંદિર ના દર્શન માટે તેમજ ખરીદી માટે. રાત્રી રોકાણ જમ્મુ. ( ONLY BREAKFAST & PARCEL LUNCH - NO DINNER PROVIDE )
Day 11 :    વહેલી સવારે 5.00 કલાકે જમ્મુ સ્ટેશન થી ઉપાડતી 19028 વિવેક એક્સપ્રેક્સ ટ્રેન દ્વારા મુંબઈ આવવા રવાના. ( NO FOOD )
   વહેલી સવારે 5.00 કલાકે જમ્મુ સ્ટેશન થી ઉપડતી 19028 વિવેક એક્સપ્રેક્સ ટ્રેન દ્વારા મુંબઈ આવવા રવાના. રાત્રે ટ્રેન મુસાફરી. ( NO FOOD )
Day 12 :    સાંજે મુંબઈ, સુરત , વડોદરા , અમદાવાદ આગમન ( NO FOOD )
   મોડી સાંજે , મુંબઈ, સુરત , વડોદરા , અમદાવાદ આગમન. અને શ્રીકનૈયા ટુર્સ & ટ્રાવેલ્સ સાથેની યાદગાર યાદો સાથે કાશ્મીર - અમૃતસર પ્રવાસનો અંત. - ( NO FOOD )
 
  • કન્ફર્મ રિઝર્વેશન ટ્રેન  ટિકિટ માટે 120 દિવસ પહેલા અને સસ્તી ફ્લાઈટ ટિકિટ માટે બને એટલું જલ્દીથી બુકિંગ કરાવવું જરૂરી છે.
  • ટૂર માં આવનાર અતિથિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ (પેન  કાર્ડ સિવાય) એટલે કે પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર  કાર્ડ / મતદારની આઈડી સાથે રાખે. તેમજ બુકિંગ સમયે તેની જ એક નકલ પણ સબમિટ કરો.
  • માત્ર પોસ્ટ પેઇડ એટલે કે બિલિંગ નેટવર્ક લેહ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત છે. ઉપલબ્ધ નેટવર્ક એરટેલ -BSNL - Jio - Airtel - Idea & Vodaphon.
  • પહાડી એરિયામાં  આબોહવા નું નક્કી  નથી હોતું.  તેથી તમારે શિયાળો, ઉનાળો અને ચોમાસુ ને દયાન માં રાખીને  - થર્મલ્સ, ગ્લોવ્સની જોડી, મંકી કેપ, કપાસ, સ્વેટર, સન સ્ક્રીન અને વિન્ટર લોશન, હોઠ મલમ,સન ચશ્મા , આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ, છત્રી  / વિન્ડચેટર, વિક્સ, કમ્પોર, નીલગિરી વગેરે સમાન સાથે રાખવાની જરૂર છે.
  • અધિક ઉંચાઈ વાળી જગ્યા પર ઓક્સિજન નું પ્રમાણ ઓછું હોય છે તેથી માથું દુખવું, ચક્કર આવવા, ભૂખ ના લાગવી, ઉલ્ટી થવી, નાક માંથી લોહી નીકળવું, લુસ મોસન થવા, વગેરે 1 - 2 દિવસ ના સામાન્ય લક્ષણ છે તેથી ઘભરાવાની જરૂર નથી. તમે તમારી રોજીંદી જરૂરિયાત વાલી દવાઓ અને મેડિકલ કીટ સાથે રાખો.અને  પાણી વધારે પીવો, ઓછું બોલો, જમ્પ ના કરો, દોડો નહિ , અને ભૂખ કરતા ઓછું જમો.
  • સાવધાન રહો, તમને ઘોડેસવારી, ખરીદી અને રમતગમતની પ્રવૃત્તિમાં ઠગ કરવામાં આવી શકે છે, તેથી તમારે સાવચેત રહેવું જરૂરી છે.
 
 
 
 
*
ટુર કિંમત - પ્રતિ વ્યક્તિ ( EX. ( EX. જમ્મુ / ઉધમપુર / કટરા - - ટ્રેન ટિકિટ અને ફ્લાઇટ ટિકિટ વગર )
પ્રવાસ ખર્ચ -:- વ્યક્તિ દીઠ
( EX. અમૃતસર, / જમ્મુ - - ટ્રેન ટિકિટ અને ફ્લાઇટ ટિકિટ વગર )

TOUR COST
For Deluxe Tour
TOUR COST
For Super Deluxe Tour
ડબલ બેડ ના એક રૂમ માં 2 વ્યક્તિ રહેશે તો પ્રતિ વ્યક્તિ દીઠ : Rs. 28,501/-
Per Person
Rs. 42,501/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં 3 વ્યક્તિ રહેશે તો પ્રતિ વ્યક્તિ દીઠ (એક એક્સટ્રા મેટ્રેસિસ સાથે) : Rs. 26,001/-
Per Person
Rs. 35,501/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં 4 વ્યક્તિ રહેશે તો પ્રતિ વ્યક્તિ દીઠ (એક એક્સટ્રા મેટ્રેસિસ સાથે) : Rs. 23,501/-
Per Person
Rs. 33,001/-
Per Person
ડબલ બેડ ના એક રૂમ માં 1 જ વ્યક્તિ રહેશે તો પ્રતિ વ્યક્તિ દીઠ : Rs. 37,501/-
Per Person
Rs. 58,001/-
Per Person
વાહન માં સીટ સાથે પરંતુ વધારાના બેડ / ગાદલા / મેટ્રેસિસ વગર નું (5 વર્ષ થી નીચેના ઉંમર નું બાળક ) : Rs. 08,501/-
Per Child
Rs. 09,501/-
Per Child
 
: DESTINATION & HOTELS - NAME :
Destination Deluxe Tour Hotel Name Super Deluxe Tour Hotel Name
Amritsat : Hotel Welcome Inn / Hotel RV Continental / Hotel Savera Grand / Hotel Namaskar / Similar Hotel Dimond Creek / Hotel Tulip Tree / Hotel Pribson / Hotel Clerk Inn / Similar
Jammu : Hotel Moti Mahal / Hotel Swagat / Similar Hotel Kranti / Hotel Tulip Tree / Le Roy / Similar
Pahalgam : Hotel Taj Mahal / Raj Palace / Montoo Cottage / Similar Hotel Mount View / Wood Stok / Hill Top / Hotel Baisran / Sperrow / Similar
Srinagar Hotel : Hotel Paredise / Sun Shine / Hotel York / Hotel Royal Arebia / Similar Hote Royal Haritage / Hotel Asian Park / Hotel Royal Batoo / Similar
Srinagar Houseboat : Deluxe Houseboat
( Dal Lake / Nageen Lake )
Super Deluxe Houseboat A+ Class
( Dal Lake / Nageen Lake )
 
TOUR COST INCLUSIONS   &   TOUR COST EXCLUSIONS
ટૂર ખર્ચમાં શામેલ છે   ટૂર ખર્ચમાં શામેલ નથી
  • તમારા નક્કી કરેલ પેકેજ અને સરકારી નિયમ મુજબ સ્થાળાંતર અને સાઈટસીઇંગ માટે ગ્રૂપ સાઈઝ પ્રમાણે મોટા કે નાના NON A/C વાહન આપવામાં આવશે. (પહાડી વિસ્તારોમાં વાહનમાં એસી કામ કરશે નહીં).
  • તમારા નક્કી કરેલ પેકેજ અને પ્લાન મુજબ ઈકોનોમી / ડિલક્સ / સુપર ડીલક્સ બેસ્ટ હોટેલ્સ ટ્વીન / ટ્રિપલ શેરિંગ પ્રમાણે રહેવાની વ્યવસ્થા.
  • ટૂર પ્રોગ્રામ મુજબ જોવા લાયક બધાજ સાઇડસીઇંગ. (કોઈ પણ પ્રકારની એન્ટ્રિ ટિકેટ વગર ...)
  • આપણા પોતાના રાજસ્થાની મારવાડી રસોઈયા દ્વારા બનાવેલ 100% શુદ્ધ શાકાહારી રસોઈ (બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, - દરરોજ વિવિધ પ્રકારની વાનગીઓ સાથે) ( અમૃતસર અને જમ્મુ શિવાય)
  • જૈન યાત્રીઓ માટે સ્પેશ્યલ જૈન ભોજન ની વ્યવસ્થા.
  • સરકારી સર્વિસ ટેક્સ
 
  • ટ્રેઇન ટિકેટ ભાડું / હવાઈ ભાડું, હેલિકોપ્ટર ટીકીટ તેમજ વીમો .
  • ટ્રેન મુસાફરી / ફ્લાઇટ મુસાફરી દરમિયાન ભોજન વ્યવસ્થા.
  • જોવાલાયક સ્થળોનો પ્રવાસ દરમિયાન કોઈપણ રમતગમતની પ્રવૃત્તિઓના શુલ્ક,
  • ઘોડે સવારી, શિકારા રાઈડ, રૂમ હીટર, 1st & 2nd ફેશ (ગંડોલા) રોપવે કેબલ કાર ટિકિટ, સ્પોર્ટ્સ, બોટિંગ, રિવર રાફ્ટિંગ, ફોટોગ્રાફી, કોઈપણ પ્રકારની સફારી, આઈસ સ્પોર્ટ્સ, વગેરે.
  • ચસ્મેસાહી, ટ્યૂલિપ, શાલીમાર, નિશાંત બાગ અને પરિમહાલ ગાર્ડન, મુગલ ગાર્ડન, એન્ટ્રી ટિકિટ,
  • અંગત ખર્ચો જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, એક્સ્ટ્રા મિનરલ વોટર, લોન્ડ્રી ચાર્જીસ, ટેલિફોન કોલ.
  • અન્ય કોઈપણ ખર્ચ જે ખાસ કરીને "ટૂર કોસ્ટ શામેલ" માં શામેલ નથી.
  • સ્થાનિક સાઇટસીઇંગ અથવા વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ ટેક્સી / ઓટો ભાડું. ( જ્યાં અમારું વાહનને જવાની પરમિશન નથી ). જેમ કે.. ચંદનવારી અને બેતાબ વેલી, અરુ વેલી, થાઝીવાસ, ઝોઝીલા, "" 0 "" પોઈન્ટ..., અમૃતસર લોકલ સાઈટસીઇંગમાં
  • અમૃતસર અને જમ્મુ માં સ્ટેશનથી હોટેલ સુધી પીક અપ અને ડ્રોપ.
 
Note :-
  • ભારત ની કોઈ પણ ટૂર માટે બુકિંગ સમયે મિનિમમ વ્યક્તિ દીઠ રૂપિયા 10,000/- (નોન રિફંડેબલ ) ભરવાના રહેશે. અને પ્રવાસ ના 20 દિવસ પહેલા ફાઇનલ પેમેન્ટ જમા કરાવાયુ ફરજીયાત છે, અન્યથા તે પ્રવાસી પ્રવાસ માં જોડાવાના નથી તેમ સમજીને તેમના નામ, હોટેલ, ટિકિટ તેમજ અન્ય વ્યવસ્થાઓ કેન્સલ કરવામાં આવશે અને ભરેલા પૈસાનું કોઈ પણ રિફંડ મળશે નહિ. 
  • ક્રેડિટ / ડેબિટ  કાર્ડ, નેટ બેન્કિંગ  તેમજ કોઈ પણ જાતના પેમેન્ટ ટ્રાન્સફર  માટેના તમામ  ચાર્જ ગ્રાહક દ્વારા ભરપાઈ કરવામાં આવશે.
  • વાહન અને ડ્રાઈવર માત્ર પ્રવાસના સાઇડસીઇંગ ના  કાર્યક્રમ મુજબનું  જ  તમારી સાથે રહેશે। પોતાના અંગત  ઉપયોગ માટે વાહન તેમજ ડ્રાઈવર ની સર્વિસ મળશે નહિ. તેમજ જે જગ્યા પર આપણા નક્કી કરેલ  વાહન ને જવાની પરમિશન નહિ હોય તેવા સ્થળે યાત્રી ઓ એ સ્વખર્ચે જવાનું રહેશે. એક જ પોઇન્ટ પર બીજી વખત લઇ જવામાં નહિ આવે.
  • પ્રવાસ આયોજન એ સર્વિસ ની વ્યવસાય  છે, અમે ફક્ત એજેન્ટ તરીકે કાર્ય કરીયે છીએ અમે કોઈ પણ ટ્રાન્સપોર્ટ તેમજ હોટેલ ના મલિક નથી, અમે ગ્રાહક ને સારામાં સારી સર્વિસ મળી રહે તે હેતુ થી કાર્ય કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ કોઈક વાર અગવડતા - સગવડતા રહેતી હોય છે , તો ટૂર ઓપરેટર તેના માટે જવાબદાર રહેશે નહિ.
  • હોટેલ માં ચેક-ઇનનો સમય બપોર ના  12.30 વાગ્યા નો  અને ચેક-આઉટનો સમય સવાર ના 10.00 વાગ્યા હોય  છેજેથી હોટેલ માં  વહેલું ચેક ઈન અને મોડું ચેક આઉટ હોટેલ માં રૂમ ઉપલબ્ધતાને આધારે રહેશે. 
  • બધા હોટેલનું નામ અને પ્રસ્થાન તારીખ કામચલાઉ છે; અમે કોઈપણ જરૂરી ફેરફાર કરવા માટેના તમામ હક અનામત રાખીએ છીએ. અને પસંદ કરેલી હોટેલ્સ અને રૂમ  બુકિંગ સમયે ઉપલબ્ધતાને આધિન છે.
  • રૂમ હીટર યાત્રી  દ્વારા સીધી ચુકવણી ના આધાર પર વધારાના ખર્ચ સાથે   ઉપલબ્ધ.
  • રમખાણો, અકસ્માતો, પૂર, ચક્રવાત, વરસાદ, ભૂસ્ખલન, રાજકીય અશાંતિ, ભારત બંધ, અથવા કોઈ કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેવી કોઈ પણ ખલેલને લીધે થતા કોઈપણ પ્રકારનાં નુકસાન માટે શ્રી કનૈયા ટ્રાવેલ્સ  કોઈપણ પ્રકારના નુકસાન કે રિફંડ માટે જવાબદાર નથી. (દા.ત .. ફ્લાઇટ ટિકિટ, ટ્રેનની ટિકિટ, હોટેલ બુકિંગ, વાહન બુકિંગ, દિવસોનો બગાડ, ખાદ્ય, ફરવાનું, ઈજા અને મૃત્યુ, ચોરી, લૂંટ,  વગેરે… )
  • પ્રવાસીઓ તેમના પોતાના જોખમે મુસાફરી કરે છે. તેમનો પ્રતિનિધિ અથવા સ્ટાફ કોઈપણ નુકસાન, ઇજા, અકસ્માત, મૃત્યુ , ચોરી - લૂંટફાટ વગેરે માટે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
  • કોઈ પણ પરિસ્થિતિમાં જો કોઈ મુસાફર ને ટૂર પેકેજ મધ્યમાં છોડવાની જરૂર પડે  તો તેને કોઈ પણ  રિફંડ આપવામાં આવશે નહીં. તેમજ કોઈપણ મુસાફરો જે ટૂરમાં ઉશ્કેરણી જનક પ્રવૃત્તિઓ કરે છે અને ટૂરના સંચાલનમાં ખલેલ પહોંચાડે છે તેને ટૂરમાંથી બાકાત રાખવામાં આવશે અને તેના માટે કોઈ રીફંડ આપવામાં આવશે નહીં.
  • ગ્રુપ પ્રવાસ (ટુરમાં ) માં જો પ્રવાસીઓ ની સંખ્યા 15 વ્યક્તિ કરતા ઓછી હશે તો હોટેલ ના રેસ્ટોરેન્ટ  માંથી  ફક્ત બ્રેકફાસ્ટ અને ડિનર આપવામાં આવશે.
  • જો ફ્લાઇટ / ટ્રેન મોડી થાય કે રદ કરવામાં આવે તો તેના માટે ટુર ઓપરેટર જવાબદાર રહેશે નહીં. ટૂર બુકિંગ કરતા પહેલાં કૃપા કરીને નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.
સરળ કેન્સલેશન ( પરંતુ અમે ખરેખર તે જોવા માંગતા નથી - અમે તમને રજાઓનો આનંદ માણતા જોવા માંગીએ છીએ..)
  • ટૂર બુકિંગ કેન્સલેશન ટૂર બુકિંગ કરાવનાર વ્યક્તિ તરફથી લેખિત માં જાણ કાર્ય બાદ જ કેન્સલ કરવામાં આવશે.
  • ટૂર ઉપડવાની તારીખ થી 15 દિવસ પહેલા સુધી વ્યક્તિ  દીઠ રૂપિયા 10,000/-  +  GST &  ફ્લાઈટ / રેલ ટિકિટ કેન્સલેશન ચાર્જર્સ  કપાશે.
  • ટૂર ઉપડવાના 15 દિવસ ની અંદર કોઈપણ પ્રકાર નું રિફંડ મળશે નહિ.
  • (નોંધ : કુદરતી, રાજકીય, કોવીડ - 19 જેવી બીમારી કે અન્ય કોઈપણ કારણસર પૂરો ટૂર પોગ્રામ કેન્સલ કરવો પડે તો પ્રતિ વ્યક્તિ વહીવટ ખર્ચ ના રૂપિયા 2500/- + ફ્લાઈટ ટિકિટ & રેલ ટિકિટ કેન્સલેશન ચાર્જર્સ કાપવામાં આવશે. અને બાકીની રકમ ની 1 વર્ષ ની ક્રેડિટ નોટ આપવામાં આવશે.
 
 
  સાહેબ... તમે મને રૂપિયા તો ઠીક પરંતુ તમારા અતિ વહાલા પિરવાર ને આનંદ કરાવવા માટે મને વિશ્વાસ પૂર્વક સોંપી રહ્યા છો, .. આ મારા માટે અમૂલ્ય અને ગૌરવ ની વાત છે .. તો ... તે ભરોસો હું કદાપિ તોડીશ નહિ અને એટલે પ્રવાસ નો સાચો આંનદ મેળવવો હોય તો અમારા ઉપર વિશ્વાસ રાખો અને તો કોઈપણ પ્રકાર ની લાલચ માં પડ્યા વગર તમે તમારા પરિવાર ના પ્રવાસ ના 100% આનંદ માટે યોગ્ય અને વ્યાજબી રૂપિયા ખર્ચો અને બધી જવાબદારી અમને સોંપીને ચિંતામુક્ત થઇ જાઓ.
 
  !!! શ્રી કનૈયા ટુર્સ & ટ્રાવેલ્સ દરેક સમયે મુશ્કેલી મુક્ત અને આનંદપ્રદ અનુભવની બાંયધરી આપે છે !!!